News of Friday, 22nd May 2026
ઉપલેટા તાલુકા દ્વારા વસ્તી ગણતરી ૨૦૨૭ની કામગીરી માટે ૨૦૦ કર્મચારીઓની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ
મામલતદાર એન.એચ. મહેતાના માર્ગદર્શન હેઠળ ૪ બેચમાં ૧૭૩ ગણતરીદારો અને ૨૭ સુપરવાઇઝરોને અપાઈ તાલીમ, સ્વ વસ્તી ગણતરી માટે http://se.census.gov.in વેબસાઈટનો ઉપયોગ કરવા પ્રેરણા

(જગદીશ રાઠોડ દ્વારા ઉપલેટા તા.૨૨: ઉપલેટા તાલુકા દ્વારા આગામી વસ્તી ગણતરી ૨૦૨૭ની કામગીરી સુચારૂ અને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમ મામલતદાર શ્રી એન.એચ. મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
ફિલ્ડ ટ્રેનર પ્રદીપભાઈ અઘેરા, મુકેશભાઈ કાંજિયા અને ભરતભાઈ જોટવા દ્વારા તા. ૧૪ થી ૧૬ અને તા. ૧૮ થી ૨૦ દરમિયાન કુલ ૪ બેચમાં તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ ૧૭૩ ગણતરીદારો તથા ૨૭ સુપરવાઇઝરશ્રી મળીને કુલ ૨૦૦ લોકોની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
ફિલ્ડ ટ્રેનરશ્રીઓ દ્વારા તાલીમ સરળ, સુવ્યવસ્થિત અને દરેકને સહેલાઈથી સમજાય તેવી રીતે આપવામાં આવી હતી, જેને કારણે તાલીમાર્થીઓમાં ઉત્તમ પ્રતિસાદ જોવા મળ્યો હતો. તાલીમ દરમિયાન વસ્તી ગણતરીની પદ્ધતિ, મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ અને ફિલ્ડ કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મામલતદાર નિખિલભાઇ મહેતા દ્વારા દરેક લોકોને સ્વ વસ્તી ગણતરીની વેબસાઈટ http://se.census.gov.in પર સ્વ વસ્તી ગણતરી કરવા માટે ખાસ પ્રેરિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ડિજિટલ માધ્યમથી કામગીરી વધુ ઝડપી અને ચોક્કસ બનશે.
તાલીમ કાર્યક્રમના સમાપન પ્રસંગે મામલતદાર શ્રી તથા ઉપલેટા તાલુકાની ટીમ દ્વારા તાલીમમાં જોડાયેલ તમામ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વસ્તી ગણતરીની રાષ્ટ્રીય ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા અનુરોધ કરાયો હતો.(તસવીરઃ ભોલુ રાઠોડ- ઉપલેટા)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
