News of Tuesday, 3rd November 2026
પોરબંદર જિલ્લામાં ૩૧ ડિસેમ્બર સુધી ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩: જિલ્લામાં ૩૧ ડિસેમ્બર સુધી રેડ અને યલો ઝોનમાં ડ્રોન ઉપયોગ પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય સુરક્ષા તથા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા સંવેદનશીલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલા આવા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોન તરીકે વર્ગીકળત કરવામાં આવ્યા છે. આ સંકલિત માહિતીના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.ડી. મિયાત્રા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં કુલ ૨૨ સંવેદનશીલ સ્થળોમાંથી ૭ સ્થળોને રેડ ઝોન અને ૧૫ સ્થળોને યલો ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરેલા વિસ્તારોમાં રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે અને યલો ઝોનમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ કરાયો છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
