<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ગોંડલમાં વિજુબેનને પતિ સતિષે છરીના ઘા ઝીંક્‍યા

પતિ બીજીસ્ત્રી સાથે બોલતો હોઇ ના પાડતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૬: ગોંડલમાં વોરા કોટડા રોડ પર વિજયનગરમાં રહેતાં વિજુબેન સતિષભાઇ સોલંકી (ઉ.વ.૪૦) પર રાતે નવેક વાગ્‍યે પતિ સતિષે છરીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ પોલીસને જાણ કરી હતી. વિજુબેનને સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરી છે. તેનો પતિ સતિષ ફ્રુટનો ધંધો કરે છે. વિજુબેને આક્ષેપ કર્યો હતો કે પતિને અન્‍ય એકસ્ત્રી સાથે બોલવાનો વ્‍યવહાર હોઇ આની સામે પોતે વાંધો ઉઠાવતી હોઇ ખાર રાખી પતિએ ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(11:30 AM IST)