<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

વીરપુર પોલીસ વરસાદી આગાહીને પગલે એલર્ટ

 

વીરપુર, તા.૧: ભારે વરસાદના કારણે જો કોઈ વિસ્‍તારમાં પાણી ભરાઈ જવાની કે પૂર જેવી સ્‍થિતિ નિર્માણ પામે, તો લોકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવા માટે વીરપુર પોલીસ ના પીઆઇ એસ.જી.રાઠોડ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. પોલીસ સ્‍ટેશન ખાતે બચાવ કામગીરીમાં ઉપયોગી થાય તેવા તમામ પ્રકારના રેસ્‍કયુ સાધનો (જેવા કે લાઇફ જેકેટ, મજબૂત રસ્‍સા, ટોર્ચ અને અન્‍ય સુરક્ષા ઉપકરણો) સજ્જ અને સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવ્‍યા છે.

આ સમગ્ર કામગીરી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. એસપી દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું ચુસ્‍તપણે પાલન કરીને વીરપુર પોલીસનો સમગ્ર સ્‍ટાફ અત્‍યારે ખડેપગે તેનાત છે. કોઈપણ પ્રકારની ઇમરજન્‍સીને પહોંચી વળવા માટે પોલીસ જવાનોને જરૂરી તાલીમ અને સૂચનો આપી દેવામાં આવ્‍યા છે. આ ઉપરાંત, નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને પણ પોલીસ દ્વારા સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા સુનિヘતિ કરવા વીરપુર પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ જોવા મળી રહી છે. (તસવીરઃ - કિશનસિંહ મોરબીયા - વીરપુર)

(11:56 AM IST)