<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ગુજરાતમાં ટેકાના ભાવે તલની ખરીદી કરવા વિસાવદર યાર્ડનાં ચેરમેન વિનુભાઈ હપાણીની કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સમક્ષ રજૂઆત

ગુજરાતમા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઉનાળુ તલનુ મોટા પ્રમાણમા વાવેતર અને ઉત્‍પાદન થાય છે

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૯: વિસાવદર ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિનાં ચેરમેન વિનુભાઈ હપાણીએ રાજ્‍યના કૃષિ મંત્રી સમક્ષ ગુજરાતમાં ટેકાના ભાવે તલની ખરીદી કરવા લેખિત રજૂઆત કરી છે.

હપાણીએ જણાવ્‍યું છે કે, અમારા દ્વારા તા.૧૪/૦૫/૨૬ના રોજ તલ અને મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે લેખીતમા રજુઆત કરવામા આવેલ હતી. તે સંદર્ભે આપશ્રી દ્વારા તાત્‍કાલીક નિર્ણય કરી ટેકાના ભાવે મગની ખરીદી માટેની રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે. પરંતુ ગુજરાતમા ખાસ કરીને સૌરાષ્ટ્રમા ઉનાળુ તલનુ મોટા પ્રમાણમા વાવેતર અને ઉત્‍પાદન થાય છે. હાલ તલના ભાવ કેન્‍દ્ર સરકાર દ્વારા નકકી કરેલ ટેકાના ભાવ કરતા બજારમા નીચા ભાવ ચાલી રહયા છે તો તલનુ પણ તાત્‍કાલીક રજીસ્‍ટ્રેશન ચાલુ કરવામા આવે અને કેન્‍દ્ર સરકારની નીતિઓ અનુસાર તાત્‍કાલીક ટેકાના ભાવે ખરીદી કરવામા આવે જેથી ગુજરાતના ખેડુતોને ઉનાળુ તલના ટેકાના ભાવ મળી રહે અને ખેડુતની આવકમા વધારો થાય તેવી કાર્યવાહી તાત્‍કાલીક  હાથ ધરવામા આવે તે ખેડૂતોનાં હિતમાં અતિઆવશ્‍યક છે

(10:47 AM IST)