<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

પોરબંદરમાં જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્‍થિતિમાં સાંજે વિશ્વકર્મા સમાજનું મહાસંમેલન

સૌરાષ્‍ટ્રભરના વિશ્વકર્મા સમાજના લોકોને મહાસંમેલનમાં હાજર રહેવા તથા અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખવા જ્ઞાતિ આગેવાન વિજયભાઇ વડુકરની અપીલ : વિશ્વકર્મા સમાજના ઉપસ્‍થિત લોકોને સંગઠીત બનવા મહા સંમેલનમાં અપીલ કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૦ :  ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્‍થિતિમાં આજે સાંજે વિશ્વકર્મા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ વિશ્વકર્મા મહાસંમેલનમાં વિશ્વકર્મા સમાજના સૌરાષ્‍ટ્રભરના તમામ  લોકોને ઉમટી પડવા જ્ઞાતિ આગેવાન વિજયભાઇ વડુકરે જણાવ્‍યું છે.

આજે સાંજે સમગ્ર વિશ્વકર્મા  સમાજનું  સંમેલન યોજાનાર છે. આ સંમેલન માં જગદીશભાઇ  વિશ્વકર્મા  હાજર રહેશે. આ સમાજના તમામ લોકોને હાજર અને અડધો દિવસ વ્‍યાપાર કામ ધંધા બંધ રાખી સમ્‍મેલનમાં જોડાવા થઈ અપીલ કરવામાં આવી છે. જગદીશભાઇ વિશ્વકર્માની  ઉપસ્‍થિતિમાં પોરબંદરમાં ઇતિહાસમાં પહેલી વખત વિશ્વકર્મા સમ્‍મેલનનું વિશ્વકર્મા પરિવાર દ્વારા સમ્‍મેલન યોજાય રહ્યું છે જેમાં અલગ અલગ વ્‍યવસાય સાથે જોડાયેલ તમામ લોકો વિશ્વકર્મા સમ્‍મેલનમાં જોડાશે સોરાષ્‍ટ્રના અલગ અલગ જિલ્લાઓ તાલુકાના મહત્‍વના લોકો સમ્‍મેલનમાં ભાગ લેવા આવશે

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના લોકો આ સમ્‍મેલન માં જોડાઈ અને સંગઠિત બનવા હાકલ કરશે.

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મભૂમિ અને ભગવાન શ્રી કળષ્‍ણ બાળ સખા સુદામાની નગરીથી વિશ્વકર્મા સમેલનની પ્રથમ વખત શરૂઆત થઈ રહી છે આવતા દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં અને રાજ્‍યમાં પણ સોથી મોટા સમ્‍મેલનોનું આયોજન થશે અને વિશ્વકર્મા પરિવારને જોડશે તેમ વિજયભાઇ વડુકર વિશ્વકર્મા સમાજ આગેવાનએ જણાવ્‍યું છે

(11:52 AM IST)