<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આફ્રિકાના વેપારીઓની મુલાકાત

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૩ :..  ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આફ્રિકાના દેશ બુર્કિના ફાસોના વેપારીઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વેપારીઓએ યાર્ડમાં આવતી વિવિધ કળષિ જણસીઓ, યાર્ડની કાર્યપદ્ધતિ, ઓનલાઈન સિસ્‍ટમ તેમજ ખેડૂતો અને વેપારીઓ માટે ઉપલબ્‍ધ વિવિધ સુવિધાઓ અને વ્‍યવસ્‍થાઓ અંગે વિસ્‍તળત માહિતી મેળવી હતી.આ પ્રસંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન  અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું હતું કે, આફ્રિકાના વેપારીઓ દ્વારા યાર્ડની મુલાકાત લેવામાં આવી તે સૌરાષ્‍ટ્રના ખેડૂતો માટે આનંદની વાત છે. મુલાકાત દરમિયાન વેપારીઓએ યાર્ડની કાર્યપદ્ધતિ અને અહીં ઉપલબ્‍ધ વિવિધ કળષિ જણસીઓ અંગે રસ દાખવ્‍યો હતો.વધુમાં આ મુલાકાત બાદ આફ્રિકાના વેપારીઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વિવિધ કળષિ જણસીઓની ખરીદી કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે.

આ ખરીદીથી સૌરાષ્‍ટ્રના ખેડૂતોને પોતાની કળષિ જણસીઓના વેચાણ માટે આંતરરાષ્‍ટ્રીય બજાર ઉપલબ્‍ધ થશે તેમજ ખેડૂતોને સારા ભાવ અને વધુ આર્થિક લાભ મળવાની શકયતાઓ ઊભી થશે.ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતને ધ્‍યાનમાં રાખીને કળષિ જણસીઓના વેચાણ માટે નવા બજારો ઉપલબ્‍ધ કરાવવા અને ખેડૂતોને વધુ સારો ભાવ મળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મુલાકાતથી સૌરાષ્‍ટ્રના કળષિ ક્ષેત્રને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે નવી ઓળખ અને પ્રોત્‍સાહન મળશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

(11:14 AM IST)