<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મોરબીના જુના ઘૂંટુ રોડ પર કારખાના પાસે દીવાલ ધરાશાયીઃ ૧૧ બાઈક દટાયા

 

મોરબી, તા.૨૫: જુના ઘૂંટુ રોડ પર આવેલ હોલો સેનેટરી વેર નજીક આવેલી એક દીવાલ અચાનક તૂટી પડી હતી. કારખાનામાં કામ કરતા કર્મચારીઓ સહિતનાએ પોતાના વાહનો આ દીવાલ પાસે પાર્ક કર્યા હતા. દીવાલ પડતાની સાથે જ તેની નીચે ૧૧ બાઈક દટાઈ ગયા હતા, જેના કારણે વાહનોનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે કારખાનાના લોકો અને આસપાસના રહીશો તુરંત દોડી આવ્‍યા હતા.

જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટના સમયે દીવાલ પાસે કોઈ વ્‍યક્‍તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને કોઈને ઈજા નથી

(11:16 AM IST)