News of Sunday, 26th April 2026
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર -૧ માં સૌથી વધુ ૭૫.૯૩ ટકા મતદાન જ્યારે વોર્ડ નંબર -૪ માં સૌથી ઓછું ૪૫.૮૯ ટકા મતદાન થયું
મતદાન દરમિયાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો:પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમગ્ર પ્રક્રિયા પાર પડી

જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડની ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. સમગ્ર શહેરમાં મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકશાહી પર્વને ઉજવવા મોટી સંખ્યામાં નાગરિકોએ મતદાન કર્યું હતું.
ચૂંટણી દરમિયાન વોર્ડ મુજબ મતદાન ટકાવારીમાં ફેરફાર જોવા મળ્યો હતો. જેમાં વોર્ડ નંબર ૧ માં સૌથી વધુ ૭૫.૯૩ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વોર્ડ નંબર ૪ માં સૌથી ઓછું ૪૫.૮૯ ટકા મતદાન નોંધાયું હતું.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અન્ય વોર્ડોમાં પણ સરેરાશ મતદાન નોંધાતા ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. મતદાન દરમિયાન ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો, અને પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સમગ્ર પ્રક્રિયા પાર પડી હતી.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
