<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જળસંકટઃમહિને ૩ થી ૪ વખત વિતરણ

ચોમાસામાં દ્વારકા જીલ્લામાં વરસાદ ન પડતા પાણીની ગંભીર સ્‍થિતિ સર્જાતા લોકોને હેરાનગતી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા  તા. ર૧ :.. દ્વારકા જિલ્લામાં આ વર્ષે પાંચ ઇંચ પણ સમગ્ર ચોમાસાનો વરસાદ ના પડતા પીવાના પાણીની ગંભીર સ્‍થિતિ સમગ્ર જિલ્લાાં સર્જાયેલ છે. શહેરોની સ્‍થિતિ જોઇએ તો મોટાભાગના શહેરો ખંભાળીયાને બાદ કરતા મહીને ૩-૪ વખત પાણી આવે છે જો મહીને પાંચ છ વખત થાય તો એ મહીનો વિશિષ્‍ટ ગણાય છે...!! દ્વારકા શહેરમાં ૭-૮ દિવસે પાણી આવે છે તાજેતરમાં બાર દિવસે પાણી પહોંચતા દેકારો બોલી ગયો હતો. ભાણવડ શહેરની બાજુામં પાણીના આધાર રૂપ સત સાગર વર્તુ અને અન્‍ય તમામમ ડેમો ખાલી હોય અહીં પણ ૭-૮ દિવસે પાણી અપાય છે અને જો વીજ વિક્ષેપ થાય તો પાણી કયારેક પંદર દિવસે પણ પહોંચી જાય છે...!! જામ રાવલમામં પણ ૭-૮ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નજીકનો સાની ડેમ વર્ષે પછી પુર્ણ બની ગયો તો આ વર્ષે વરસાદ જ ના પડયો...!!

ઓખા નગરપાલિકા વિસ્‍તારમાં તો એકપણ ડેમ નથી તો નજીકના તમામ તળાવો ખાલી હોય નર્મદાના પાણી તથા સ્‍થાનિક કૂવા, બોરમાંથી દશેક દિવસે પાણીનું વિતરણ થાય છે. પીવા સિવાયની જરૂરીયાતો તો લોકો બોરના પાણીથી પુર્ણ કરે છે. સૌથી ખરાબ સ્‍થિતિ સલાયાની છે ત્‍યાં તો બાર પંદર દિવસે મહિનામાં બે કે કયારેક ત્રણ વખત પાણી આવે છે. વર્ષો પહેલા સલાયામાં પરમીટ રેશનકાર્ડ પર પાણી વિતરણ કરવુ પડયું હતું. તે દિવસો લોકો યાદ કરે છે. સલાયાને પીવાના પાણીનો આધાર રૂપ સિંહણ ડેમ ખાલીખમની સ્‍થિતિમાં હોય બોર કુવાના સ્‍થાનીકસ્ત્રોતો તથા નર્મદાના પાણીથી લોકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહયું છે.

ખંભાળીયાની સૌથી સારી સ્‍થિતિ

સમગ્ર દ્વારકા જીલ્લામાં સૌથી સારી સ્‍થિતિ ખંભાળીયા શહેરની ગણાય છે. અહી હાલ નિયમીત રીતે ચાર દિવસે એક વખત પાણી પુરતા સમયે આપવામાં આવી રહયું છે. જો કે ઘી ડેમ તળીયાઝાટક હોય બોર કુવા નર્મદાના પાણી અને સૌની યોજનાના પાણી દ્વારા પીવાના પાણી માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. જો કે ખંભાળીયા નગરપાલીકામાં તળેલા નજીકની ગ્રામ પંચાયતોના વિસ્‍તારોની સ્‍થિતિ ખુબ જ વિકટ છે. લોકોના બજેટ મહીનાના પીવાના પાણીના ટેંન્‍કરના ખર્ચથી ખોરવાઇ ગયા છે.

ગ્રામ્‍યમાં પણ વિકટ સ્‍થિતિ

દ્વારકા જીલ્લાના ગ્રામ્‍ય પંથકમાં પણ પીવાના પાણી માટે નર્મદાનું પાણી જ આધારરૂપ છે. બળદો તથા ઢોરને પીવાનું પાણી પણ કિલોમીટરો જઇને મેળવવુ પડે તેવી સ્‍થિતિ છે. લોકો ૧૯૮૭ના દુષ્‍કાળને પણ યાદ કરી રહયા છે.

(11:23 AM IST)