<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

બોટાદ શહેરની મધુ અને ઉતાવળી નદીમાં એક સાથે સિઝનમાં પહેલીવાર પાણીની આવક:પૂર જેવી સ્થિતિ

ભાવનગર રોડ સર્કલ ખાતે રોડ પરથી અડધો ફૂટ જેટલા વહી રહ્યા છે પાણી :સતત વધતી પાણીની આવક

બોટાદ શહેરની બે નદીમાં એક સાથે સિઝનમાં પહેલીવાર પાણીની આવક થઇ છે, શહેરની મધ્યમાથી પસાર થતી મધુ અને ઉતાવળી નદીમાં નવા નીર આવ્યા છે. બોટાદ સહિત ઉપરવાસમાં પડેલા વરસાદી પાણીની આવક થઇ છે . શહેરના ભાવનગર રોડ સર્કલ પાસે બન્ને નદીઓ ભેગી થાય છે ભાવનગર રોડ સર્કલ ખાતે રોડ પરથી અડધો ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે . પાણીની આવક સતત વધી રહી છે.

(8:26 PM IST)