<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

મોરબીના રણછોડનગરમાં ૨ ફૂટ સુધી ભરાયા પાણી, અનેક ઘરોમાં પાણી ઘૂસ્‍યા

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૧: મોરબી શહેરમાં પડેલા અનરાધાર વરસાદને પગલે જળબંબાકારની સ્‍થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નવલખી રોડ પર આવેલા રણછોડ નગર-૧ વિસ્‍તારમાં ભારે હાલાકી ઉભી થઈ છે. શેરી નં. ૨ માં ઘૂંટણસમા પાણી ભરાયા છે.

સ્‍થાનિક લોકોના જણાવ્‍યા મુજબ, રણછોડ નગર ૧ની શેરી નંબર ૨ માં આવેલા અનેક રહેણાક મકાનોમાં ૨ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. આ પાણી ઘરોની અંદરના ભાગે ઘૂસી જવાને કારણે અનાજ, ઘરવખરી અને કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે.

(2:12 PM IST)