<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

સુરેન્દ્રનગરમાં શિયાળુ પાકના વાવેતર સમયે જ નર્મદા કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં ભારે રોષ

મોંઘા ભાવના બિયારણ, ખાતર તેમજ મજૂરીનો ખર્ચ માથે પડે તેવી ભીતિ: પાણી વિના વાવેતર કેવી રીતે કરવું તેવા સવાલ સાથે જગતના તાતે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ પાક નિષ્ફળ ગયા બાદ તેની ઘટ પૂરી કરવા માટે ખેડૂતો દ્વારા શિયાળુ અને છેડો પાકના વાવેતરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ઐન સમયે જ નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ તળાવમાં વાવેતરની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે, પરંતુ સિંચાઈનું પાણી અચાનક બંધ થતાં શિયાળુ પાક ગંભીર સંકટમાં મુકાયો છે અને મોંઘા ભાવના બિયારણ, ખાતર તેમજ મજૂરીનો ખર્ચ માથે પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. પાણી વિના વાવેતર કેવી રીતે કરવું તેવા સવાલ સાથે જગતના તાતે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને શિયાળુ પાકને બચાવવા માટે તાત્કાલિક અસરથી કેનાલમાં પાણી છોડવાની પ્રબળ માંગ કરી છે.

(1:18 AM IST)