તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ આસો સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
આટકોટ પી.કે.બોઘરા મેડિકલ કોલેજ ખાતે ગુરુવારે વેલકમ નવરાત્રી મહોત્સવ યોજાશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૬: શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ આટકોટના ચેરમેન અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ કે. બોઘરા એ વિગતો જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે ૭-૩૦ કલાકે જસદણ તાલુકાના આટકોટ ખાતે રાજકોટ ભાવનગર હાઇવે ઉપર શ્રી કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માતૃશ્રી પી કે બોઘરા મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે વેલકમ નવરાત્રી ૨૦૨૬ યોજાશે. જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ સિગર રમેશભાઈ હિરપરા અને સરસ્વતી હિરપરા તથા તેમની પ્રખ્યાત ઓરકેસ્ટ્રા ટીમ દ્વારા લાઈવ સંગીતના તાલે ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. નવરાત્રિના પાવન અને આનંદમય પર્વના ભાગરૂપે ટ્રેડિશનલ રાસ ગરબા સંગીત અને આનંદ ઉલ્લાસ સાથે માં શક્તિની આરાધના કરવા ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં જસદણ વિછીયા પંથકના સામાજિક, રાજકીય આગેવાનો, ડોક્ટરો, વકીલો, ભાજપના હોદેદારો, ભાજપના સનિષ્ઠ અને પક્ષને વફાદાર કાર્યકરો, સરપંચો, પૂર્વ સરપંચો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. હજારો લોકો માટે યોજાયેલા આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
