News of Saturday, 14th November 2026
વાવાઝોડુ ‘અકવાન' કયાં લેન્ડફોલ કરશે? એ હજુ અનિશ્ચિતિ
‘અકવાન' ના પ્રભાવે આંધ્ર-ઓડિસામાં આવનારા દિવસોમાં ભારે વરસાદ નિશ્ચિતિ છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૪ :.. બંગાળની ખાડીમાં ઉદ્્ભવેલી સીસ્ટમ ગઇકાલે લો-પ્રેસર એરીયા બની ચૂકી હતી. અને આજે તે વધુ મજબૂત બનીને વેલ માર્ક લો પ્રેસર એરીયામાં તબદલી થઇ રહી છે. આવતીકાલે તે વધુ મજબૂત બની ને ડીપ્રેશનમાં રૂપાંતરિત થશે. આ સીસ્ટમનો ટ્રેક (દિશા) નોર્થ અને નોર્થ વેસ્ટ તરફ રહેશે. બાદમાં આ સીસ્ટમ સાયકલોનનું સ્વરૂપ ધારણ કરશે. અર્થાત ‘અકવાન' વાવાઝોડુ બનશે. હાલ આઇએડી દ્વારા આ નિર્દેશો જાહેર કરાયા છે.
જો કે આ અકવાન વાવાઝોડુ સાયકલોન માંથી સીવીયર સાયકલો સ્ટોર્મ બનશે કે કે ? મતલબ કે માત્ર વાવાઝોડુ નહીં પણ ભીષણ વાવાઝોડાનું સ્વરૂપ લેશે કે કેમ ? તે કયાં ટકરાશે અર્થાત લેન્ડફોલ કરશે ? આ બાબતો હજુ અનિヘતિ છે.
કેટલાક મોડેલ આ વાવાઝોડું સીવીયર સાયકલોનિક સ્ટોર બનવા અંગે પણ નિર્દેશ કરે છે. ર૦ર૬ નું અર્નબ-મુરાસુ પછી આ ત્રીજુ વાવાઝોડું આકાર લઇ રહ્યું છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
