<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

પેપર લીક-શિક્ષણમા ગેરરીતિ માટે સરકાર-શિક્ષણ મંત્રી મૌન કેમ ? સાવરકુંડલામાં દલિત સમાજ દ્વારા આવેદન

આ દેશ માં સારા શિક્ષણ માટે અને બાળકો ના સારા ભવિષ્ય માટે અમે સરકાર પાસે જવાબ માગીએ છીએ. સરકાર સામે એક અવાજ ઉઠાવવો એ અમારો હક નથી ? સરકાર સામે સવાલો ઉઠાવ્યા

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૨૨ :    પેપર લીક-શિક્ષણમા ગેરરીતિ માટે સરકાર-શિક્ષણ મંત્રી મૌન કેમ ? તેવો સવાલ ઉઠાવીને સાવરકુંડલામાં દલિત સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

           કાંતિભાઈ વાળાની આગેવાનીમાં પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે,અમે કોઈ પાર્ટી કે પક્ષ તરફ થી નથી દેશ ના નાગરિક તરીકે તમને આવેદન પત્ર પુરી શાંતિ થી પાઠવીએ છીએ કે છેલ્લા ઘણા સમય થી પેપર લીક થાય છે હાલ મા NEET ની પરીક્ષા મા પણ પેપર લીક થયુ જેના લીધા ઘણા બાળકોએ આપધાત કરેલ. તેના જવાબ માં સરકાર મૌન બેઠી છે અને એનો જવાબ ભારત સરકાર ના શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાને પણ નથી આપ્યો.

           માટે CJP (કોકરોચ જનતા પાર્ટી)ના યુવાનો દેશ ની રાજધાની દિલ્હીમા છેલ્લા એક મહિનાથી ધરણા પર બેઠા છે. ૨૧ દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકને બળજબરી પૂર્વક ત્યાંથી ઉપાડીને લઈ ગયેલ.તો શુ આ દેશ માં સારા શિક્ષણ માટે અને બાળકો ના સારા ભવિષ્ય માટે અમે સરકાર પાસે જવાબ માગીએ છીએ. સરકાર સામે એક અવાજ ઉઠાવવો એ અમારો હક નથી ? આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણના સંવિધાનથી ચાલે છે તો બધા પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે છે માટે આ આવેદનથી તમે સરકાર નુ ધ્યાન કેન્દ્રિત કરો અને જવાબ આપો બાકી અમે દેશના નાગરિક તરીકે ઉગ્ર આંદોલન ની ચિમકી આપીએ છીએ.

(12:37 PM IST)