<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

‘અર્નબ' વાવાઝોડું બનશે?

બંગાળની ખાડીમાં ઉદ્‌ભવેલ સીસ્‍ટમ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૧: ભારતીય હવામાન વિભાગ, આઇએમડી દ્વારા જાહેર કરાયેલ વર્તારા મુજબ ગુજરાતમાં આગામી ૧૪ તારીખ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થવાની સંભાવના વ્‍યકત કરાઇ છે. શ્રીલંકા પાસે બંગાળની ખાડીમાં ઉદભવેલી સાયકલોનિક સકર્યુલેશન  સીસ્‍ટમ આજે લો પ્રેશર સ્‍વરૂપે બદલી શકે છે. સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત બંગાળની ખાડીમાં બનેલી આ લોપ્રેશર સીસ્‍ટમ અંગે જણાવે છે કે જો આ સીસ્‍ટમ બંગાળની ખાડી મધ્‍યે બની હોત તો તે આગામી દિવસોમાં વધુ મજબૂત બનીને વાવાઝોડું બને તેવી સંભાવના જરૂર રહેતી હતી. પણ આ સીસ્‍ટમમાં દેશના ૧ રાજયની જમીનને સ્‍પર્શીને પવનો મિશ્રિત થતા હોઇ, આ સીસ્‍ટમ હાલ આગળ જતાં વાવાઝોડુ બને તેવી સંભાવના ઓછી જણાઇ રહી છે. આ સીસ્‍ટમ મજબૂત બનીને તેનો ટ્રેક મ્‍યાનમાર તરફ ગતિમાન રહે તેવી સંભાવના રહે છે. સીસ્‍ટમ વાવાઝોડું બનશે કે કેમ ? તે અંગે બે થી ત્રણ દિવસ રાહ જોવી રહી તેમ મહેશ પલાવત જણાવે છે. વાવાઝોડાના નામો પ્રથમથી નિヘતિ હોય છે. જો આ સિસ્‍ટમ કદાય ચક્રવાત બને તો આ ચક્રાવાતનું નામ હશે અર્નબ.

(1:32 PM IST)