<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

સૌરાષ્‍ટ્ર સહિત દ. ગુજરાતમાં પ્રીમોન્‍સુનની એન્‍ટ્રી થશે ?

રવિ અથવા સોમવારથી માવઠાનો આ વરસાદ ચોમાસાના વરસાદી રાઉન્‍ડ જેવો અનુભવ કરાવશે ?

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૭:  આઇએમડીના લોંગ ફોરકાસ્‍ટ મોડેલ મેપસમાં આ માસના અંત સાથે જૂન માસની પ્રથમ તારીખથી ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્‍ટ્ર અને દ.ગુજરાતમાં ધમાકેદાર વરસાદનો પ્રારંભ થાય તેવા સંકેતો જોવા મળે છે. અને માત્ર એકા'દ ઝાપટુ જ નહીં પણ જાણે ભર ચોમાસે વરસાદી લાયક વરસાદ કચ્‍છને બાદ કરતા સૌરાષ્‍ટ્રના દ. ગુજરાતને આવરી લઇ શકે છે.

આ જો કે લોંગ પીરીયડ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સનું તારણ છે જેથી તેમાં તારીખ અને લોકશનમાં ફરફારો સંભવ રહે છે પણ એ નિヘતિ છે કે નિયમિત ચોમાસનો પ્રારંભ ગુજરાતમાં ૧પ જુન અર્થાત જુન મધ્‍યે થતો હોય છે પણ આ વેળા ચોમાસાના આગમન પહેલા જ પ્રથમ જુનથી પ્રીમોન્‍સુન એકટીવિયે ધમાકેદાર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં એક સિસ્‍ટમ આકાર લઇ રહી છે અને ગુજરાતના ઉત્તર-દક્ષિણ ભાગે સક્રિય થનારી સીસ્‍ટમ વાતાવરણમાં આવો પલ્‍ટો લાવી શકે છે

(11:32 AM IST)