<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

વાવાઝોડુ બનશે અકવાન ?

‘અર્નબ' અને ‘મુરાસુ' બાદ હવે ત્રીજ આ ઇરાન દ્વારા અપાયેલુ નામ છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૩: ૨૦૨૬ના વર્ષમાં નેૈઋત્‍યના ચોમાસાની વિદાય બાદ પ્રથમ વાવાઝોડું બંગાળની ખાડીથી ઉદભવેલુ તે હતુ ‘‘અર્નબ'' આ નામ બાંગ્‍લાદેશ દ્વારા સુચવાયેલુ હતું. એશિયાના ૧૩ દેશો દ્વારા ઉદભવતા વાવાઝોડાઓના નામો અગાઉથી સુચવાયેલા હોય છે. જે આલ્‍ફાબેટિક ક્રમ મુજબ અમલમાં આવે છે. ‘‘અર્નબ'' બાદ સપ્તાહના સમયગાળામાં જ બંગાળની ખાડીમાં જ ઉદભવેલુ વાવાઝોડુ હતું ‘‘મુરાસુ'' જે નામ ભારત દ્વારા સુચવાયુ હતું. ‘‘મુરાસુ'' તામિલા ભાષાનો શબ્‍દ છે. જે યુધ્‍ધવેળા શોર્ય વધારવા વગાડવામાં આવતા નગારાને કહે છે. આ સંભવિત વાવાઝોડાનું નામ અકવાન છે. જે નામ ઇરાન દ્વારા સુચવાયેલુ છે. આ પર્શીયન ભાષાના શબ્‍દ અકવાનનો અર્થ અસુરી-રાક્ષસી શકિતના સંદર્ભનો છે

(1:47 PM IST)