<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ગુજરાતમાં શિયાળાની દસ્‍તક : વડોદરામાં ૧૭, નલિયામાં ૧૭.૨ અને રાજકોટમાં ૧૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયું

રાજકોટ, તા. ૭ : ગુજરાતમાં નવેમ્‍બરની શરૂઆત સાથે જ રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ૬ નવેમ્‍બરની સવારે નોંધાયેલા લઘુત્તમ તાપમાન મુજબ વડોદરામાં ૧૭ ડિગ્રી, નલિયામાં ૧૭.૨, અમરેલીમાં ૧૭.૮, રાજકોટમાં ૧૮.૬, ગાંધીનગરમાં ૧૯, મહુવામાં ૧૮.૫ તથા અમદાવાદમાં ૨૦.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ખાસ કરીને સૌરાષ્‍ટ્ર-કચ્‍છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં વહેલી સવારે ઠંડક વધી છે. જોકે બપોરના સમયે ગરમીનું પ્રમાણ યથાવત્‌ રહેતાં રાત-દિવસના તાપમાનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.

(1:40 PM IST)