News of Tuesday, 17th November 2026
મોરબી-જેતપર રોડ પર ટ્રકે હડફેટે લેતા મહિલાનું મોત.
બેફામ રીતે દોડી આવતા ટ્રકના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી-જેતપર રોડ પર બહુચર કાંટા પાસે રોડ ક્રોસ કરી રહેલ શ્રમિક મહિલાને પૂરઝડપે અને બેફામ રીતે દોડી આવતા ટ્રકના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઓરિસ્સાના અને હાલ બેલા ગામની સીમમાં આવેલ ઇટાલેક સિરામિક્સની લેબર કોલોનીમાં રહેતા હારીશભાઈ યતિશ્વર નાયકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનાં પત્ની સુનીતાબેન મોરબી જેતપર રોડ બહુચર કાંટા પાસે ઓમાનો સીરામીક કારખાનાની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ટ્રક નંબર જીજે-૧૨-એટી-૮૨૯૮ ના ચાલકે પોતાના વાહનને પુરઝડપે અને બેફિકરાયથી ચલાવીને મહિલાને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેમને માથાના તથા શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
