<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

કોડીનારમાં પુત્રીને સ્‍કુલે મુકીને પરત ફરતી વેળા મોટરસાયકલે હડફેટે લેતા મહિલાનું કરૂણ મોત

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૨૮: જૂના બસ સ્‍ટેન્‍ડ નજીક આવેલી સોમનાથ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્‍લીશ મીડીયમ એસ.કે. સ્‍કૂલ પાસે અકસ્‍માતની ગંભીર ઘટના બની હતી. દીકરીને સ્‍કૂલે મૂકીને પોતાના ઘરે પરત ફરી રહેલી મહિલાને રોણાજ રોડ તરફથી આવતી મોટરસાયકલે અડફેટે લેતાં તેમનું મોત નિપજ્‍યું હતું.

જીન પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા સવિતાબેન જીતેન્‍દ્રભાઈ ચુડાસમા (ઉં.વ. ૪૫) પોતાની દીકરીને એસ.કે. સ્‍કૂલે મૂકવા માટે આવ્‍યા હતા. દીકરીને સ્‍કૂલે મૂકયા બાદ તેઓ પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રોણાજ રોડ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી મોટરસાયકલે સવિતાબેનને અડફેટે લીધા હતા.

અકસ્‍મતમાં સવિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્‍કાલિક સારવાર માટે રા.ના. વાળા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મળત જાહેર કર્યા હતા.

કોડીનાર શહેરમાં ટુ-વ્‍હીલર તેમજ રિક્ષાચાલકો દ્વારા બેફામ વાહન ચલાવવાની ફરિયાદો અવારનવાર સામે આવી રહી છે. ખાસ કરીને કેટલાક કિશોરો તથા યુવાનો દ્વારા લાયસન્‍સ વિના અથવા પૂરતી કાયદેસરની લાયકાત વિના વાહન ચલાવવામાં આવતું હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

આ અકસ્‍માતમાં મહિલાને હડફેટે લેનાર મોટરસાયકલ ચાલક પાસે લાયસન્‍સ ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, જોકે આ અંગે સત્તાવાર પોલીસ તપાસ બાદ જ હકીકત સ્‍પષ્ટ થશે.

સ્‍કૂલ નજીક બનેલી આ ગંભીર ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સ્‍કૂલ શરૂ થવાના અને છૂટવાના સમયે વાહનચાલકો દ્વારા ઝડપથી વાહન ચલાવવાની પ્રવળત્તિ સામે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને ટ્રાફિક નિયમોના કડક અમલની માંગ ઉઠી છે

(10:39 AM IST)