<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

બોટાદમા મહિલાએ સંતાનો સાથે ટ્રેન હેઠળ ઝંપલાવ્યુ :માતા- પુત્રીનું મોત : પુત્ર ગંભીર

બોટાદથી ધોળા તરફ જતી માલગાડી હેઠળ ઝંપલાવીને મોત મીઠું કર્યું : પુત્રને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ભાવનગર ખસેડાયો : કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

બોટાદ તા.૨૮ :           બોટાદમા મહિલાએ સંતાનો સાથે ટ્રેન હેઠળ ઝંપલાવ્યુ  હતું જેમા માતા- પુત્રીનું મોત થયુ છે.જયારે પુત્ર ગંભીર છે તેને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ મહિલા હાલ બોટાદમાં રહેતી હતી અને મૂળ ગઢડાના ટાટમ ગામની હતી. મહિલા ભાંભણ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બોટાદમાં રહેતી હતી.

             મૃતકોમાં આરતીબેન યોગેશભાઈ કહોદરીયા (ઉં. ૩૦) અને ક્રિશા યોગેશભાઈ કહોદરીયાનો સમાવેશ થાય છે.

          ઘટનાની જાણ થતા બોટાદ ટાઉન પોલીસ તેમજ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:08 PM IST)