<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

કોલકાતાની ઘટના લઈને વિશ્વભરમાં દેખાવો : અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, પોલેન્‍ડમાં ધરણા કોલકાતાની અરજી કાર મેડિકલ કોલેજમાં તાજેતરમાં મહિલા ડોક્‍ટર સાથે બળાત્‍કાર અને હત્‍યાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ગુસ્‍સો છે. આ અંગે વિવિધ સ્‍થળોએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ખાસ કરીને ડોક્‍ટર્સ અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોલકાતા કેસમાં ન્‍યાયની સતત માંગ કરી રહ્યા છે. હવે આ વિરોધ વૈશ્વિક સ્‍તરે પહોંચી ગયો છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારતીય મૂળના લોકો આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને ગુનેગારોને કડક સજાની માંગ કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, જર્મની, પોલેન્‍ડમાં ધરણા કરીને લોકોએ વિરોધ નોંધાવ્‍યો છે.3:53 PM IST

દરેક વર્ગ - દરેક ક્ષેત્ર માટે સેન્‍ટ્રલ બેંકની આકર્ષક લોન - થાપણ યોજનાઓ : MSME - હાઉસીંગ - વ્‍હીકલ - ગૃહલક્ષ્મી - નાના વ્‍યાપારીઓ - ગોલ્‍ડ સહિતની લોન લેવા માટે બેંકના દરવાજા કાયમ માટે ખુલ્લા : સીનીયર સીટીઝન - સુપર સીનીયર સીટીઝન માટે વધુ વ્‍યાજની થાપણ યોજનાઓ : સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડીયા ડીજીએમ (એમએસએમઇ કોર્પોરેટર ઓફિસ) ડો. હિમાંશુ ગુપ્‍તા, રીજીયોનલ હેડ મુનેશ રાણા સહિતના અધિકારીઓ ‘અકિલા' કાર્યાલયની મુલાકાતે : બેંકે ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં રૂા. ૮૮૦ કરોડનો નફો નોંધાવ્‍યો : સમાજના છેવાડા સુધી બેંકની પહોંચ : નાના ઉદ્યોગો - સ્‍ટાર્ટઅપ - મહિલાઓના ઉત્‍કર્ષ માટે બેંક કટિબધ્‍ધ : બેંકની દરેક શાખામાં ફોરેકસના કામકાજ4:06 PM IST