<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ભુજમાં ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ, આરોપી સામે ગુન્હો

ન્યૂ સ્ટેશન રોડ વિસ્તારની ઘટનાથી ચકચાર: મોબાઇલ તોડી ધમકી આપી હોવાની ફરિયાદ : એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯  : ભુજના ન્યૂ સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતી એક મહિલા પર ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

 

પોલીસ ફરિયાદ મુજબ આરોપી મહેશ નવીન મહેશ્વરીએ મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. આરોપીએ મહિલાનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો અને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. સાથે જ આરોપીએ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

ઘટનાની જાણ થતા જ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

(9:24 AM IST)