News of Saturday, 21st November 2026
માળીયામિંયાણાના ખાખરેચી સ્ટેશને મહીલાને ટ્રેનમાં ડીલીવરી
સયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ મધરાતે રોકી ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડાયા રેલ્વે સ્ટાફે માનવતા મહેકાવી

(રજાક બુખારી દ્વારા) માળીયા મિંયાણા, તા.૨૧: માળીયામિંયાણાના ખાખરેચી રેલ્વે સ્ટેશન કચ્છ તરફ જતી સયાજીનગરી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઈમરજન્સી કોલ મળતા રોકી દેવામાં આવી હતી. મુંબઈથી કચ્છ તરફ જતી ટ્રેન નંબર ૨૦૯૦૭માં મુસાફરી કરતા મહીલાને ટ્રેનમાં પ્રસુતિની પીડા ઉપડયા બાદ ટ્રેનમાં જ ડીલીવરી થઈ જતા વધુ સારવાર માટે ટ્રેનમાં ખડેપગે રહેલા રેલ્વે સ્ટાફે ઈમરજન્સી ખાખરેચી રેલ્વે સ્ટેશન જાણ કરતા ખાખરેચી રેલ્વે સ્ટાફ દ્વારા ૧૦૮ તૈનાત રાખી મોડીરાત્રે ૩ વાગ્યાની આસપાસ ટ્રેનને રોકી દેવામાં આવી હતી જ્યાં મહીલાને બાળક સાથે ૧૦૮મા સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડાયા ત્યારે રેલ્વે સ્ટાફે અડધી રાત્રે કામગીરી કરી રેલ્વે સ્ટાફની સુઝબુઝથી માતા અને બાળકને નવજીવન આપીને માનવતા મહેકાવી છે
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
