<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

વિશ્વ ડાયાબિટીસ ડે - ૧૪ નવેમ્‍બર

ડાયાબિટીસથી ડરશો નહીં, જાગળતિ અને જીવનશૈલીથી નિયંત્રણ મેળવો!

                  

દર વર્ષે ૧૪ નવેમ્‍બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્‍ય હેતુ ડાયાબિટીસ અંગે લોકોમાં જાગળતિ લાવવાનો, તેના કારણો, લક્ષણો, જોખમો અને બચાવના ઉપાયો વિશે સમજ આપવાનો છે. ડાયાબિટીસ હાલમાં દરેક ઘરમાં પહોંચી ગયું છે. દરેક ઉમરનાં લોકોને ડાયાબિટીસ થવાની શકયતા છે. ડાયાબિટીસ એટલે શરીરમાં લોહીમાં રહેલી ગ્‍લુકોઝ (શુગર)નું પ્રમાણ સામાન્‍ય કરતાં વધી જવું. ઇન્‍સ્‍યુલિન નામના હોર્મોનની અછત અથવા તેની અસરકારકતામાં ઘટાડો થવાથી આ સમસ્‍યા ઊભી થાય છે.

આજના સમયમાં અનિયમિત જીવનશૈલી, શારીરિક શ્રમનો અભાવ, અયોગ્‍ય આહાર, ઊંઘની અનિયમિતતા અને માનસિક તણાવ જેવા પરિબળો ડાયાબિટીસના જોખમમાં વધારો કરી શકે છે. ડાયાબિટીસની માત્રા જો સતત વધુ રહે. શરીરમાં સુગર સતત અનિયંત્રિત રીતે ઉચ્‍ચ આંકડા દર્શાવે તો શરીરનાં બીજા અંગોને નુકસાન પહોંચી શકે છે. માટે ડાયાબિટીસ નિયંત્રણ માં રાખવું જોઈએ. અને તેના નિયંત્રણ માટે પાંચ મહત્ત્વપૂર્ણ બાબતો આ મુજબ છે.

એક તો  સંતુલિત આહાર જેમાં લીલા શાકભાજી, કઠોળ, ફળો અને ફાઇબરયુક્‍ત ખોરાકનો યોગ્‍ય પ્રમાણમાં સમાવેશ કરવો. ઉપરાંત નિયમિત શારીરિક પ્રવળત્તિ કરવી જેમાં દરરોજ ચાલવું, યોગ અને કસરત કરવી. આ ઉપરાંત વજનનું યોગ્‍ય પ્રમાણમાં જાળવવું. એ સાથે પૂરતી ઊંઘ અને તણાવનું નું નિયમન કરવું. નિયમિત ઊંઘ અને ધ્‍યાન-પ્રાણાયામ જેવી પ્રવળત્તિઓ અપનાવવી. આ ઉપરાંત નિયમિત તપાસ અને દવા લેવી. બ્‍લડ શુગર અને HbA1cની તપાસ કરાવવી તથા તબીબી સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી. ડાયાબિટીસ એક લાંબા ગાળાની સ્‍થિતિ છે, પરંતુ યોગ્‍ય આહાર, નિયમિતપ્રવળત્તિ, સમયસર તપાસ અને જરૂરિયાત મુજબ દવાઓ દ્વારા તેને નિયંત્રણમાં રાખી શકાય છે.

ડાયાબિટીસ હોય તો ડૉક્‍ટરની સલાહ વિના દવાઓ બંધ કરવી નહીં. યાદ રાખો - ડાયાબિટીસનું સાચું નિયંત્રણ માત્ર દવાથી નહીં, પરંતુ યોગ્‍ય જીવનશૈલી અને નિયમિત તબીબી સંભાળથી શકય બને છે. આ વિશ્વ ડાયાબિટીસ દિવસે સંકલ્‍પ કરીએ કે આપણે પોતે જાગળત બનીએ અને પરિવાર તથા સમાજમાં પણ ડાયાબિટીસ અંગે જાગળતિ ફેલાવીએ.  સ્‍વસ્‍થ અને તંદુરસ્‍ત જીવન જીવીએ.

(11:36 AM IST)