News of Thursday, 30th April 2026
પડધરીના નાની અમરેલીના યશ પર ન્યારાના પાટીયે છરીથી હુમલો
લક્કી, આર્યન, કેશુ સહિતે હુમલો કરતાં સારવારમાં

રાજકોટ તા. ૩૦: પડધરીના નાની અમરેલી ગામે રહેતાં યશ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૧૮) નામના યુવાન રાતે ન્યારા ગામના પાટીયા પાસે હતો ત્યારે તેના પર લક્કી, આર્યન, કેશુ સહિતના શખ્સોએ હુમલો કરી છરીથી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ યશે તાજેતરમાં ધોરણ ૧૨ની પરિક્ષા આપી છે. તે સાંજે કુટુંબી ભાઇ મનોજના ઘરે ગયો હતો ત્યાંથી તે ઘરે હતો ત્યારે ન્યારાના પાટીયે બજરંગ પાન પાસે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
