News of Friday, 19th June 2026
જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી પર જીવલેણ હુમલો :બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત
યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરતાં તેના પરિવારજનોએ રોષે ભરાઈ યુવક અને યુવતી પર હુમલો કર્યો

જામનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરતાં તેના પરિવારજનોએ રોષે ભરાઈ યુવક અને યુવતી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ છરી, પાઈપ સહિતના ઘાતક હથિયારો વડે હુમલો કરતાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલાના કારણો અને સંડોવાયેલા આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
