<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ભાયાવદર પંથકની તરૂણી પર દુષ્‍કર્મ

તરૂણી સાથે ફોનમાં વાતચીત કરી કુકર્મ ગુજાર્યુઃ સ્‍કુલેથી છુટે ત્‍યારે પીછો કરનાર હરેશ સામે ભાયાવદર પોલીસમાં ગુનો નોંધાયો

રાજકોટ તા.૨૯: ભાયાવદર નજીકના વિસ્‍તારમાં રહેતી ૧૫ વર્ષની તરૂણી પર બે વખત દુષ્‍કર્મ ગુજારનાર હરેશ નરશીભાઇ ભટાણીયા (રહે.મોટી પાનેલી)ને તરૂણીના પરિવારજનોએ સંપર્ક નહી રાખવા જણાવતા છતા તરૂણીનો પીછો કરી વાતચીત કરવાનો પ્રયાસ કર્યાની ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે ઉપલેટાના એક ગામમાં રહેતા ભોગ બનનાર તરૂણીના પિતાએ ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા ધોરાજી પી.આઇ. ડો.એમ.એમ. ઠાકોરે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

તરૂણીના પિતાએ પોલીસને જણાવ્‍યુ કે, તેની ૧૫ વર્ષની પુત્રીને આરોપીએ ગમે તે રીતે સંપર્ક કરી ફોનમાં વાતચીત કરી વાડીમાં બે વખત દુષ્‍કર્મ ગુજાર્યુ હતું. તેના પિતાએ આરોપીને તેના પિતાએ આરોપીને તેના પિતા મારફતે ઠપકો આપી તેની પુત્રીનો સંપર્ક નહી રાખવા જણાવવા છતા આરોપી તેની પુત્રી સ્‍કુલેથી છુટે ત્‍યારે તેની પાછળ-પાછળ જઇ વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો. એટલુ જ નહી તેના ઘર પાસે અવાર-નવાર ઉભા રહી પુત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી પીછો કરતો હતો. હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે

(1:26 PM IST)