News of Wednesday, 29th April 2026
IPL -2026ની 19મી સીઝન હવે નિર્ણાયક તબક્કે:રાજસ્થાન રોયલ્સ સામે હાર છતાં પંજાબ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને
8 મેચોમાં 6 જીત સાથે RCB 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને: જાણો પોઇન્ટ ટેબલની લેટેસ્ટ સ્થિતિ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની 19મી સીઝન હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી રહી છે. રાજસ્થાન રોયલ્સ સામે સીઝનની પ્રથમ હારનો સામનો કરવા છતાં, શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ હજુ પણ પોઈન્ટ ટેબલમાં મજબૂતીથી પ્રથમ સ્થાને બિરાજમાન છે. લીગ તબક્કાના અડધા રસ્તે પહોંચતા સુધી કોઈપણ ટીમ પંજાબને હરાવી શકી ન હતી, પરંતુ 8મી મેચમાં તેમનો વિજયી રથ રોકાયો છે.
પંજાબ કિંગ્સ: 8 મેચોમાં 6 વિજય અને 1 અનિર્ણિત મેચ સાથે પંજાબ 13 પોઈન્ટ ધરાવે છે. પ્રથમ હાર છતાં તેઓ ટેબલમાં નંબર 1 પર છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB): 8 મેચોમાં 6 જીત સાથે RCB 12 પોઈન્ટ ધરાવે છે અને બીજા સ્થાને છે.
રાજસ્થાન રોયલ્સ (RR): રાજસ્થાન પાસે પણ 12 પોઈન્ટ છે, પરંતુ તેમણે 9 મેચ રમી છે જેમાં 3 માં હારનો સામનો કરવો પડ્યો છે. નેટ રન રેટના કારણે તેઓ ત્રીજા સ્થાને છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): 8 માંથી 5 મેચ જીતીને 10 પોઈન્ટ સાથે હૈદરાબાદ ચોથા સ્થાને સુરક્ષિત છે.
ગુજરાત ટાઇટન્સ (GT) હાલમાં 8 મેચોમાંથી 4 જીત સાથે 8 પોઈન્ટ મેળવી પાંચમા સ્થાને છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે આ સીઝન પડકારજનક રહી છે. CSK એ 8 માંથી માત્ર 3 મેચ જીતી છે અને 5 માં હાર સાથે તે છઠ્ઠા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ (DC) પણ સમાન 6 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) 8 મેચમાં માત્ર 2 જીત અને 5 પોઈન્ટ સાથે આઠમા સ્થાને સંઘર્ષ કરી રહી છે.
લીગની સૌથી સફળ ટીમોમાંની એક મુંબઈ ઈન્ડિયન્સ (MI) આ વખતે બેકફૂટ પર જોવા મળી રહી છે. 7 મેચોમાંથી માત્ર 2 માં વિજય મેળવીને ટીમ 4 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે સ્થિતિ વધુ કફોડી છે. 8 મેચમાંથી 6 માં હાર અને નબળા નેટ રન રેટના કારણે તેઓ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે એટલે કે 10મા સ્થાને છે.
આઈપીએલ પોઈન્ટ ટેબલ 2026
ક્રમટીમમેચજીતહારપરિણામ નહીંપોઇન્ટ્સનેટ રન રેટ1PBKS861113+1.0432RCB862012+1.9193RR963012+0.6174SRH853010+0.8155GT84408-0.4756CSK83506-0.1217DC83506-1.0608KKR82515-0.7519MI72504-0.73610LSG82604-1.106
આઈપીએલ 2026 ઓરેન્જ કેપ
ખેલાડીમેચઇનિંગ્સરનએવરેજસ્ટ્રાઈક રેટચોગ્ગાછગ્ગાવૈભવ સુર્યવંશી9940044.44238.103437અભિષેક શર્મા8838054.29212.293628કેએલ રાહુલ8835851.14185.493619વિરાટ કોહલી8835158.50162.503714હેનરિક ક્લાસેન8834949.86149.792514પ્રભસિમરન સિંહ8734657.67179.273717શુભમન ગિલ7733047.14148.653014સાઈ સુદર્શન8832240.25163.453217ઈશાન કિશન8831239.00198.733516શ્રેયસ અય્યર8730961.80174.581822
આઈપીએલ 2026 પર્પલ કેપ
ખેલાડીમેચવિકેટએવરેજભુવનેશ્વર કુમાર81416.86જોફ્રા આર્ચર91419.50અંશુલ કંબોજ81416.93એશાન માલિંગા81418.21પ્રિન્સ યાદવ81318.62કાગિસો રબાડા81322.62પ્રસિદ્ધ કૃષ્ણા71222.42રવિ બિશ્નોઈ81120.82મોહસિન ખાન4911.33કૃણાલ પંડ્યા8926.56
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
