તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Monday, 3rd August 2026
જસપ્રીત બુમરાહના સ્થાને ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનાર આકિબ નબીની મહેનતના ૫ અદ્ભુત રેકોર્ડ: ડોમેસ્ટિક ક્રિકેટમાં સણસણતા પ્રદર્શનથી જમ્મુ-કાશ્મીરના સ્ટાર બોલરે રચ્યો ઈતિહાસ
IPL વિના પણ મહેનતથી ભારતીય ટેસ્ટ ટીમ સુધી પહોંચી શકાય છે તે આકિબ નબીએ સાબિત કર્યું: શ્રીલંકા પ્રવાસમાં ડેબ્યૂ કરતાં જ રેડ-બોલ ક્રિકેટ રમનાર જમ્મુ-કાશ્મીરનો પ્રથમ ખેલાડી બનશે.

નવી દિલ્હી — તા.૦૩ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહના સ્થાને જમ્મુ-કાશ્મીરના સ્ટાર ફાસ્ટ બોલર આકિબ નબીની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી કોઈ તુક્કો કે ભલામણ નથી, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના દ્વારા કરવામાં આવેલા આંકડાકીય વિસ્ફોટ અને સખત પરિશ્રમનું પરિણામ છે. આકિબ નબીને માત્ર IPL ના પ્રદર્શનના આધારે નહીં, પરંતુ રેડ-બોલ ક્રિકેટની શાનદાર મહેનતના આધારે ભારતીય ટીમનો બોલિંગ એટેક સંભાળવાનો મોકો મળ્યો છે.
આકિબ નબીએ ૨૦૨૫-૨૬ ની રણજી ટ્રોફી સિઝનમાં કુલ ૬૦ વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રણજી ટ્રોફીના એક જ રોમાંચક સત્રમાં ફાસ્ટ બોલરોમાં આ ત્રીજો સૌથી શ્રેષ્ઠ દેખાવ હતો. તેમના આ વિસ્ફોટિક બોલિંગ પ્રદર્શનના જોરે જ જમ્મુ અને કાશ્મીરે ઈતિહાસમાં પહેલીવાર રણજી ટ્રોફી ચેમ્પિયન બનવાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. છેલ્લા બે રણજી સત્રોમાં જ તેમણે ૧૮ મેચોમાં ૧૮.૯૬ ની સરેરાશથી કુલ ૧૦૪ વિકેટો ઝડપી છે, જેમાં ૧૩ વખત એક ઇનિંગ્સમાં ૫ વિકેટ લેવાની અદ્ભુત સિદ્ધિ પણ સામેલ છે.
માત્ર બોલિંગ જ નહીં, પરંતુ નબી પાસે બેટિંગમાં પણ ઉત્કૃષ્ટ ક્ષમતા છે. વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ સામે ૮મા નંબરે બેટિંગ કરવા ઉતરીને તેમણે અણનમ ૧૧૪ રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ સાથે જ તેઓ ભારતીય લિસ્ટ-A ક્રિકેટમાં ૮મા કે તેથી નીચલા ક્રમે સદી ફટકારનારા માત્ર ત્રીજા ભારતીય ખેલાડી બન્યા હતા. વધુમાં, ૨૦૨૫-૨૬ ની સમગ્ર ડોમેસ્ટિક સિઝનની તમામ સિનિયર મેચો મળીને તેમણે ૯૫ વિકેટ ઝડપી હતી, જે એક સિઝનમાં કોઈ પણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા લેવાયેલી બીજી સૌથી વધુ વિકેટ છે.
જો આકિબ નબીને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે, તો તેઓ ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટ (રેડ-બોલ) રમનારા જમ્મુ અને કાશ્મીરના સર્વપ્રથમ ક્રિકેટર બનીને નવો ઈતિહાસ રચશે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
