તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Wednesday, 8th May 2024
સેલ્ફી લેવા આવેલા ફેનને શાકિબે લમધાર્યો

નવી દિલ્હી તા. ૮: ઢાકા પ્રીમિયર લીંગ રમી રહેલો બંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ-અલ-હસન ફરી એક વાર તેના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યો છે. પ્રાઇમ બેન્ક ક્રિકેટ કલબ સામેની મેચ પહેલાં તે એક ફેન સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો.
ટોસ પહેલાં શાકિબ કોચ સાથે ચર્ચા કરી રહ્યો હતો એ દરમ્યાન એક ફેન તેની નજીક આવ્યો અને સેલ્ફી લેવાનો પ્રયાસ કરતો હતો એ જોઇને શાકિબ ગુસ્સે ભરાયો અને તેનો ફોન ઝૂંટવી લીધો. એ પછી તે ફેનને માથા પર મારતો પણ જોવા મળ્યો હતો.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
