તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મારો ૪૦૦ રનના રેકોર્ડ તોડવાની ક્ષમતા જયસ્વાલમાં છે : લારા
ભારતીય યુવા બેટરના ભરપુર કર્યા વખાણ

નવી દિલ્હી, તા. ૯: વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ બૅટ્સમૅન બ્રાયન લારા ક્રિકેટજગતનું એ નામ છે જેની ગણતરી સર્વકાલીન મહાન ખેલાડીઓમાં થાય છે. તેને લાગે છે કે તેના તમામ રેકૉર્ડ તોડવાની ક્ષમતા એક ભારતીય બૅટરમાં છે. ‘સ્ટાર સ્પોર્ટ્સ' દ્વારા આયોજિત એક ઇન્ટરવ્યુમાં લારાએ કહ્યું કે ‘મારા રેકૉર્ડ્સને કોઈ ખેલાડીથી જોખમ હશે તો તે યશસ્વી જાયસવાલ હશે. ભારતની ટેસ્ટ અને ટી-૨૦ ટીમનો મહત્ત્વપૂર્ણ ભાગ બનેલા યશસ્વી પાસે ક્ષમતા છે. બાવીસ વર્ષના યશસ્વીએ બે બેવડી સદી પણ ફટકારી છે. મને લાગે છે કે તે એક ઉત્તમ યુવા ક્રિકેટર છે. ગયા વર્ષે જ્યારે હું સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રૉયલ્સની મૅચ બાદ રાત્રે તેની ટીમની હોટેલ પર પહોંચ્યો હતો ત્યારે તેણે મારી સાથે સવારે ચાર વાગ્યા સુધી ક્રિકેટની વાતો કરી હતી. તે ખૂબ જ નમ્ર છે અને કોઈ પણ કામ કરવા માટે તૈયાર રહે છે. પંચાવન વર્ષના બ્રાયન લારાએ આ પહેલાં સૂર્યકુમાર યાદવની તુલના મહાન ક્રિકેટર સર વિવ રિચર્ડ્સ સાથે કરી હતી.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
