તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
મોન્ગોલિયાની ટીમનું માત્ર ૧ર રનમાં ફીંડલુ
જાપાન સામે ટી-ર૦ મેચમાં આ ટીમના ૬ બેટરો ખાતું પણ ન ખોલાવી શક્યા

નવી દિલ્હી, તા. ૯ : T20 ક્રિકેટ એક એવું ફૉર્મેટ છે જેમાં રોજ નવા રેકૉર્ડ બનતા જ રહે છે. જપાન અને મૉન્ગોલિયા વચ્ચે ૬ મૅચની T20 સિરીઝની બીજી મૅચમાં બે મોટા રેકૉર્ડ બન્યા છે. જપાને પ્રથમ ઇનિંગ્સમાં ૭ વિકેટ ગુમાવીને ૨૧૭ રન ફટકાર્યા હતા, પણ રનચેઝ કરવા ઊતરેલી મૉન્ગોલિયાની ટીમ ૧૨ રન પર ઑલઆઉટ થઈ હતી. મૉન્ગોલિયાના ૬ ખેલાડી એક પણ રન બનાવ્યા વગર આઉટ થયા હતા. મૉન્ગોલિયાની ટીમની ખરાબ બૅટિંગને કારણે આખી ટીમ ૮.૨ ઓવરમાં ૧.૪૪ના રન-રેટ સાથે ૧૨ રન બનાવી ઢેર થઈ ગઈ હતી, જે T20 ઇન્ટરનૅશનલનો બીજો સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલાં ૨૦૨૩માં બ્રિટનના એક ટાપુ આઇલ ઑફ મેનની ટીમ સ્પેન સામે ૧૦ રનમાં ઑલઆઉટ થઈ હતી. મૉન્ગોલિયા સામે જપાને ૨૦૫ રનથી જીત મેળવી હતી, જે T20 ઇન્ટરનૅશનલની ચોથી સૌથી મોટી જીત હતી.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
