તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
નિરજ નેશનલ ફેડરેશન કપમાં ભાગ લેશે
લાંબા સમય બાદ ભારતીય ટૂર્નામેન્ટમાં ભાગ લેશે

નવી દિલ્હી, તા. ૯ : ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયન જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ત્રણ વર્ષ બાદ ભારતની સ્થાનિક ટુર્નામેન્ટમાં વાપસી કરશે. નીરજ ચોપડા બારથી ૧૫ મે દરમ્યાન ભુવનેશ્વરમાં યોજાનાર નૅશનલ ફેડરેશન કપનો ભાગ બનશે. ૨૬ વર્ષનો નીરજ ચોપડા એ પહેલાં ૧૦ મેથી દોહામાં પ્રતિષ્ઠિત ડાયમન્ડ લીગથી સીઝનની શરૂઆત કરશે. ૮૯.૯૪ મીટરના જૅવલિન થ્રોનો રાષ્ટ્રીય રેકૉર્ડ ધરાવતા નીરજ ચોપડાનો મુખ્ય ટાર્ગેટ ૯૦ મીટરના અંતરને સ્પર્શવાનો રહેશે. ટોકયો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપડા ૨૦૨૨માં ડાયમન્ડ લીગ ચૅમ્પિયન અને ૨૦૨૩માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
