તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
હૈદરાબાદે લખનઉને હરાવતા મુંબઇ પ્લેઓફની સ્પર્ધામાંથી બહાર, નવમાં સ્થાને

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને ૧૦ વિકેટે હરાવી મહાજીત મેળવી આ સાથે હૈદરાબાદને ૧૪ પોઈન્ટ થયા છે. અને તે પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ બાદ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે.પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સનું વર્તમાન સિઝનમાં પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે ૧૨માંથી માત્ર ૪ મેચ જીતી છે અને આઠમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. તેના ખાતામાં માત્ર આઠ પોઈન્ટ છે. મુંબઇ છેલ્લી બે લીગ મેચોમાં કોલકતા અને લખનઉનો સામનો કરવો પડશે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
