તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
શું દિનેશ કાર્તિક નિવૃત્તિ લઇ રહ્યો છે, આ છેલ્લી આઇપીએલ સિઝન ?

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયાના દિગ્ગજ વિકેટકીપર દિનેશ કાર્તિકે આઇપીએલ ર૦ર૪ સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે કદાચ આ મારી છેલ્લી આઇપીએલ સીઝન છે, દિનેશ કાર્તિકના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ૩૯ વર્ષીય ભારતીય વિકેટ કીપર દિનેશ કાર્તિક આઇપીએલ સિઝનના અંત સાથે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
દિનેશ કાર્તિક આઇપી એલની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી અત્યાર સુધી રમાયેલી ૧૧ મેચોમાં પર.૮૦ એવરેજ અને ૧૯ર.૭૦ ની સ્ટ્રાઇલક રેટથી બેટીંગ કરીને ર૬૪ રન બનાવ્યા છે. ટી-ર૦ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવે તે પહેલા તેનું નામ પણ સામેલ હતું.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
