તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 10th May 2024
શું લખનઉને બાય બાય કરી રહયો છે કે.એલ.રાહુલ ?
હૈદ્રાબાદ સામે ભુંડો પરાજય બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કાએ રાહુલને ખખડાવ્યાની ભારે ચર્ચા, વિડીયો વાયરલ ચાહકોએ કહયુ આરસીબી ટીમમાં જોડાઇ જાય

નવી દિલ્હી : કેએલ રાહુલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે પરાજય પામી હતી. હૈદરાબાદે ૧૬૬ રનનો ટાર્ગેટ માત્ર ૯.૪ ઓવરમાં મેળવી લીધો હતો. આ મોટી હાર બાદ કેએલ રાહુલ ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકો કેએલ રાહુલને લખનઉ છોડવાની સલાહ આપી રહ્યા છે. મેચ બાદ લખનઉનો કેપ્ટન કેએલ રાહુલ ખૂબ જ નિરાશ દેખાતો હતો. આ નિરાશા ત્યારે વધુ વધી જ્યારે ટીમના માલિક સંજીવ ગોયન્કા તેના પર ગુસ્સે થતા જોવા મળ્યા. ગોએન્કાનું વલણ થોડું આક્રમક હતું અને રાહુલ ચૂપચાપ સાંભળી રહ્યો હતો. આ જોઈ ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા હતા અને રાહુલને LSG છોડી RCBમાં જોડાવા કહી રહ્યા છે.
રાહુલ અને સંજીવ ગોયન્કા સાથેના એપિસોડ પછી લોકો આ ખેલાડી સાથે ઉભા જોવા મળે છે. લોકો માને છે કે કેએલ રાહુલ જેવા મોટા ખેલાડી સાથે આ બધું ન થવું જોઈએ. આ કારણે સોશિયલ મીડિયા પર એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે કેએલ રાહુલે તરત જ લખનૌ સુપર જાયન્ટ્સ છોડીને RCBમાં જોડાઈ જવું જોઈએ.
લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કા દ્વારા કેએલ રાહુલને ઠપકો આપવામાં આવ્યો છે કે કેમ તે હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, જ્યારે તેઓ રાહુલ સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેમની સ્ટાઈલ ચોક્કસપણે થોડી આક્રમક હતી. કેએલ રાહુલની પ્રતિક્રિયા પણ એવી હતી કે જાણે તે કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય. લખનઉની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ પૂરી થઈ નથી. આ ટીમે ૧૨માંથી ૬ મેચ જીતી છે. લીગની બે મેચ બાકી છે અને જો તે બંને જીતે તો લખનૌની ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
