<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th May 2024

ર૬ જુલાઇથી પેરિસમાં શરૂ થશે ઓલમ્‍પિક ગેમ્‍સ

૧ર૮ વર્ષ જૂના જહાજમાં યુનાનથી ફ્રાંસ પહોંચી ઓલમ્‍પિક મશાલ માર્સેલીમાં હજારો લોકોએ કર્યું સ્‍વાગત

પેરિસ તા. ૧૦: આ વર્ષે ર૬ જુલાઇથી શરૂ થનાર પેરિસ ઓલમ્‍પિક ગેમ્‍સની મશાલ ભારે સુરક્ષા વચ્‍ચે ગુરૂવારે ફ્રાંસના દક્ષિણના શહેર માર્સેલી પહોંચી ગઇ છે. આ મશાલ ૧૮૯૬માં પહેલી વાર ઉપયોગમાં લેવાયેલ બેલેમ નામના જહાજ દ્વારા એથેન્‍સથી રવાના થઇ હતી. ત્‍યાર પછી ૧ર દિવસની સમુદ્રી યાત્રા કરીને આ મશાલ જયારે માર્સેલી પહોંચી તો હજારો લોકોએ જોરશોરથી ઉત્‍સાહપુર્વક તેનું સ્‍વાગત કર્યું. આ જહાજની સાથે હજારો નાવો પણ ચાલી રહી હતી.

માર્સીલે પહોંચ્‍યા પછી મશાલને સૌથી પહેલા ફરફ્રાંસના ૩૩ વર્ષીય ઓલંપિક ચેમ્‍પીયન તરવૈયા ફલોરેંટ મેનાઉડોએ ઉપાડી અને જહાજમાંથી બહાર લઇને આવ્‍યા. ત્‍યાર પછી, મશાલ રીલેની શરૂઆત થઇ.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૧૧ સપ્‍તાહ દરમ્‍યાન ફ્રાંસના ૪પ૦થી વધારે શહેરોની આ મશાલ સફર કરશે. તેને ૧૦ હજારથી વધારે લોકો ઉપડશે અને ર૬ જુલાઇએ ઓલમ્‍પિકના ઉદ્દઘાટન સમારંભમાં તે પહોંચશે.

(3:48 PM IST)