<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

મેસીને ઇજા છતાં પોતાની ટીમને જીત અપાવી, આખો મેચ રમ્‍યો

નવી દિલ્‍હીઃ ટ્રોલિંગ કે ઇજા જેવી સમસ્‍યાનો સામનો કર્યા છતાં ખેલાડીઓની મેદાન પર પોતાની ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કરે છે અને ઇતિહાસ રચે છે. ક્રિકેટના મેદાન પર માંસપેશીમાં પીડા થતી હોવા છતાં મહેન્‍દ્રસિંહ ધોની ચેન્નાઇ સુપર કિંગ્‍સ તરફથી આઇપીએલ રમી રહ્યો છે. તો બીજી તરફ ફુટબોલના મેદાન પર ઇજાગ્રસ્‍ત હોવા છતાં લિયોનેલ મેસી પોતાની કલબને જિતાડવામાં મદદ કરી રહ્યો હતો.

અમેરિકાની મેજર સોકર લીગમાં ઇજાગ્રસ્‍ત હોવા છતાં સ્‍ટાર ફુટબોલર મેસીએ પોતાની ટીમ ઇન્‍ટર માયામીને સતત પાંચમી જીત અપાવી હતી. મોન્‍ટ્રિયલ સામેની મેચમાં પ્રથમ હાફમાં ઘુંટણમાં ઇજા થઇ હોવા છતાં ૩૬ વર્ષના મેસીએ આખી મેચમાં ટીમને સાથ આપ્‍યો હતો. કેનેડામાં પહેલી વાર ફુટબોલ રમી રહેલા મેસીએ મેડિકલ સ્‍ટાફ પાસે બે મિનિટની સારવાર લઇને દુખાવો થતો હોવા છતાં મેદાન પર ઝડપથી વાપસી કરી હતી. ઇન્‍ટર માયામીએ મોન્‍ટ્રિયલ કલબ સામે ૩-૨ ના સ્‍કોરથી જીત મેળવી હતી. ૨૦૨૩માં ઇન્‍ટર માયામી સાથે જોડાનાર મેસીએ આ કલબ માટે ૨૫ મેચમાં ૨૩ ગોલ કર્યા છે

(2:34 PM IST)