તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
કોહલી ચોગ્ગા-છગ્ગા ફટકારી ચીડવતો હતો, બાદ ઇશાંતે વિકેટ લઇ પેવેલીયનનો રસ્તો બતાવ્યો
વિરાટ અને ઇશાંત વચ્ચેની મજાકની પળો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. મેચ દરમિયાન બાળપણના મિત્રો એટલે કે કોહલી અને ઈશાંત શર્મા વચ્ચેની મજાકની પળો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મેચ દરમિયાન વિરાટ કોહલીની ઈશાંત શર્માના બોલ પર ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હતો અને તેના બેસ્ટ ફ્રેન્ડને ચીડવતો હતો. ત્યારબાદ ઈશાંતે પણ તેની વિકેટ લઈને તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો
કોહલીને આઉટ કર્યા બાદ ઈશાંતની ખુશીનો કોઈ પાર ન રહ્યો. મિત્રને ચીડવવાનો મોકો મળે એનાથી વધુ ખુશી શું હોઈ શકે? ઈશાંતે તક ગુમાવી નહીં અને વિરાટ પાસે પહોંચી ગયો. તેણે વિરાટ કોહલીને ધક્કો માર્યો. વિરાટ કોહલી, જે અન્યને આંખ મારતો હતો, ધક્કો માર્યા પછી પણ નીચે જોતો રહ્યો અને હસતો હસતો પેવેલિયન પાછો ફર્યો.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
