તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું બાંગ્લાદેશમાં જોરદાર પ્રદર્શન ૫-૦થી હરાવ્યા પછી પણ કયાંક નોંધ પણ ન લેવાઇ
મહિલા ક્રિકેટ ટીમ સાથે આટલો ભેદભાવ કેમ? ૩૩ વર્ષની આાશા શોભના જયારે પ્રેસ કોન્ફરન્સ કરવા ગયા ત્યારે માત્ર એકજ પત્રકાર ત્યાં હાજર હતા

નવી દિલ્હીઃ ૬ મે એ બાંગ્લાદેશના સિલહટમાં આશા શોભના જયારે આંતરરાષ્ટ્રીય મહિલા ટી-૨૦માં ભારત માટે ડેબ્યુ કરનાર સૌથી મોટી વયની ક્રિકેટર બની તો તેનો આનંદનો પાર નહોતો તેણે ૩૩ વર્ષ ૫૧ દિવસની વયે આ સિધ્ધી મેળવી હતી.પણ આશા શોભના જયારે મીડીયા સાથે વાત કરવા પ્રેસ કોન્ફરન્સ રૂમમાં પહોંચી તો ત્યાં માત્ર એકજ પત્રકાર તેની રાહ જોઇ રહી હતી.
ભારતે આ ટી-૨૦ સીરીઝમાં બાંગ્લાદેશને ૫-૦ થી હરાવ્યું હતું બાંગ્લાદેશની ટીમ યુવા કેપ્ટન સાથે ઉર્જા સભર હતી. ડાબોડી સ્પીનર રાધા યાદવ સીરીઝના અંતિમ મેચમાં પ્લેયર ઓફસીરીઝ પણ બની જો ફેન કોડ સ્ટ્રીસીંગ સર્વીસ ના હોઁત તો એવું લાગત કે જાણે આ સીરીઝ રમાઇ જ નથી.
ભારતની મહિલા ટીમ મીડીયા મેનેજર વગર જ બાંગ્લાદેશ ગઇ હતી. જો કોઇ મીડીયા મેનેજર હોય તો પણ તે ગાયબ હતા.જો કોઇ રમત ને કવર કરવા માટે રિપોર્ટર ના હોય તો મીડીયા મેનેજરની ભૂમિકા મહત્વની બની જાય છે. ટુર દરમ્યાનની સૂચના,ફીચર્સ,ઇન્ટરવ્યું વગેરે દેશેની મીડીયા સંસ્થાઓઁને તે જ આપતા હોય છે.
હા અત્યારે ચુંટણી અને આઇપીએલ બન્નેના કારણે અખબારો પાસે વધારે જગ્યા નથી પણ ડીજીટલ મીડીયાને તે પ્રકાશિત કરવામાં મુશ્કેલી ના હોત જો બીસીસીઆઇના મીડીયા વિભાગે તેને તૈયાર કરી હોત પણ આવુ તો ત્યારે થાત જો બીસીસીઆઇને મહિલા ક્રિકેટને આગળ વધારવા પ્રમોટ કરવા અને તેની છબી ચમકાવવાનો ઇરાદો હોય
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
