News of Tuesday, 14th May 2024
૬૦ વર્ષથી ઓછી ઉંમર, ૫૦ વન-ડેનો અનુભવ : નવા હેડ કોચ માટે BCCIની શરતો
ભારતીય ક્રિકેટ બોર્ડ નવા હેડ કોચની શોધમાં : સોશ્યલ મીડિયામાં જાહેરાત બહાર પાડી નવા હેડ કોચનો કાર્યકાળ ૧ જુલાઇ ૨૦૨૪થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૭ સુધીનો રહેશે : ટીમના વિકાસની મુખ્ય જવાબદારી

નવી દિલ્હી તા. ૧૪ : ટી-૨૦ વર્લ્ડકપમાં અનુભવી રાહુલ દ્રવિડ મુખ્ય કોચ તરીકે જોવા મળશે. જો કે, આ પછી દ્રવિડ ફરીથી ટીમ ઈન્ડિયા સાથે જોવા મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે કારણ કે તેનો કાર્યકાળ માત્ર ટી-૨૦ વર્લ્ડ કપ સુધીનો છે.
બીસીસીઆઇએ નવા કોચની અરજી માટે ૧૩મી મેના રોજ નોટિસ પણ જારી કરી છે અને આ માટે ૨૭મી મેના રોજ સાંજે ૬ વાગ્યા સુધી અરજી કરી શકાય છે. વર્લ્ડ કપ પછી તરત જ નવા કોચની શોધમાં રહેલી ટીમ ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા પર આ પોસ્ટ માટે એક જાહેરાત બહાર પાડી છે. જ્યાં કહેવામાં આવ્યું છે કે નવા મુખ્ય કોચની જવાબદારી ભારતીય ક્રિકેટ ટીમનો વિકાસ કરવાની રહેશે.
નવા મુખ્ય કોચનો કાર્યકાળ ૧ જુલાઈ ૨૦૨૪ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૭ સુધીનો રહેશે. એટલે કે બીસીસીઆઇએ ત્રણ વર્ષ માટે પોતાની યોજના બનાવી છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫, ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ અને ODI વર્લ્ડ કપ ૨૦૨૭ જેવી મોટી ટૂર્નામેન્ટ સામેલ હશે. જેમાં ઉમેદવારે મુખ્ય કોચની ભૂમિકા ભજવવાની રહેશે.
બીસીસીઆઇ એ જાહેરાતમાં કેટલીક શરતોનો ઉલ્લેખ કર્યો છે, જે અનુસાર મુખ્ય કોચ બનવા માટે ઓછામાં ઓછી ૩૦ ટેસ્ટ અથવા ૫૦ વનડે મેચ રમવાનો અનુભવ હોવો જોઈએ અથવા ઓછામાં ઓછા ૨ વર્ષ સુધી ફૂલ મેમ્બર ટેસ્ટ પ્લેઇંગ નેશનલ ટીમના મુખ્ય કોચ રહ્યા હોય. આ સિવાય એસોસિએટ મેમ્બર ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી ટીમ/આઈપીએલ ટીમ અથવા આવી કોઈ મોટી લીગ અથવા ફર્સ્ટ ક્લાસ ટીમ અથવા નેશનલ A ટીમનો કોચ હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
