News of Tuesday, 14th May 2024
મને અફસોસ છે કે સૂર્યાની ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી ન શક્યો : ગંભીર

નવી દિલ્હી તા. ૧૪ : કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત આઇપીએલ ચેમ્પિયન બનાવનારᅠગૌતમ ગંભીરેᅠમુંબઈ ઇન્ડિયન્સના બેટર સૂર્યકુમાર યાદવને લઈને મોટો ખુલાસો કરતા સ્વીકાર્યું કે તેને હજી પણ તેના કાર્યકાળ દરમ્યાન સૂર્યકુમારની ક્ષમતા અને બેટિંગ લાઇનઅપ નક્કી કરવામાં સક્ષમ ન હોવાનો અફસોસ રહેશે.
કલકત્તાના મેન્ટર ગંભીરે કહ્યું કે એક લીડરની ખરી કસોટી ખેલાડીની શ્રેષ્ઠ ક્ષમતાને ઓળખવી અને તેને વિશ્વ સમક્ષ લાવવાની છે. મારા સાત વર્ષના કેપ્ટન તરીકેના કાર્યકાળ દરમ્યાન મને એક વાતનો અફસોસ છે કે હું સૂર્યકુમારની ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યો નહીં. સૂર્યકુમાર ત્રીજા નંબર પર સારું રમ્યો હતો, પરંતુ તે સાતમા નંબર પર પણ એ જ રીતે બેટિંગ કરતો હતો.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
