News of Tuesday, 14th May 2024
રાહુલ-ગોયન્કા વચ્ચે કોઇ વિવાદ નથી, ક્રિકેટને પ્રેમ કરતા બે લોકો વચ્ચેની એ ચર્ચા હતી
લખનઉના સહાયક કોચ લાન્સ કલુઝનરે કહ્યું

નવી દિલ્હી તા. ૧૪: જ્યારથી લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ ટીમના કેપ્ટન કેએલ રાહુલને ખુલ્લેઆમ ઠપકો આપ્યો છે ત્યારથી ઘણી અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે રાહુલને ટીમની છેલ્લી ૨ લીગ મેચોમાં કેપ્ટનશીપથી હટાવવામાં આવી શકે છે અને પછી આ સિઝન પછી તેને બહાર કરવામાં આવી શકે છે. આવું થશે કે નહીં તે તો પછી ખબર પડશે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે આ વિવાદ શાંત થતો જણાતો નથી. એવા અહેવાલો છે કે લખનૌની આગામી મેચ માટે કેપ્ટન રાહુલ ટીમ સાથે દિલ્હી ગયો નથી. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ વચ્ચે આજે મેચ રમાવાની છે.
ક્રિકટ્રેકરના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લી મેચ બાદ ટીમ લખનૌમાં હતી પરંતુ ત્યાંથી દિલ્હી જતી વખતે રાહુલ આ વખતે ટીમનો ભાગ નહોતો, જે અન્ય દિવસોથી બિલકુલ અલગ છે. રિપોર્ટમાં એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે એવી પણ શકયતા છે કે રાહુલ દિલ્હીમાં એક અલગ ટીમમાં જોડાઈ શકે છે, જે ઘણી ટીમોમાં હાજર વરિષ્ઠ ભારતીય ખેલાડીઓ કરી રહ્યા છે. તેમ છતાં, તે વિવાદ પછી, બીજી જ મેચમાં આ બનવું માત્ર હંગામામાં વધારો કરી રહ્યું છે.
આટલું જ નહીં, છેલ્લી બે મેચોમાં રાહુલના સુકાની પદ પરથી હટી જવાની અફવાઓએ પણ સતત વાતાવરણ ઉભું કર્યું છે, પરંતુ ટીમના સહાયક કોચ લાન્સ ક્લુઝનરે આવી કોઈપણ ચર્ચાને ખોટી ગણાવી છે. મેચના એક દિવસ પહેલા ક્લુઝનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કેપ્ટનશિપના મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. એટલે કે જો રાહુલ આ બંને મેચ માટે ઉપલબ્ધ રહેશે તો તે કેપ્ટન રહેશે. એટલું જ નહીં, ક્લુઝનરે ગોએન્કા-રાહુલની ચર્ચાને પણ નજીવી ગણાવી હતી અને કહ્યું હતું કે ક્રિકેટને પ્રેમ કરતા બે લોકો વચ્ચેની આ જોરદાર ચર્ચા હતી.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
