News of Monday, 20th May 2024
મેદાન પર રડવા માંડ્યો વિરાટઃ અનુષ્કાની આંખોમાં પણ આંસુ

નવી દિલ્હીઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેન્ગલોરની જીત પાકી થઈ કે તરત જાણે કરન્ટ દોડી ગયો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ અને ઉજવણીનો દોર શરૃ થઈ ગયો હતો. વિરાટ કોહલી ખુશીમાં ઊછળવા અને આખા ગ્રાઉન્ડમાં દોડવા માંડ્યો હતો. ખુશીના આ પ્રસંગે વિરાટ કોહલી ઇમોશનલ થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં જે તેણે જર્સીથી લૂછી નાખ્યાં. સ્ટેન્ડ્સમાં બેસેલી તેની પત્ની અનુષ્કા શર્મા પણ આ થ્રિલિંગ જીતથી એકદમ ભાવુક બની ગઈ હતી. પતિની જીતથી ખુશીથી ઊછળી પડેલી અનુષ્કા શર્મા પણ રડી પડી હતી. વિરાટ અને અનુષ્કાની ભાવુક ક્ષણોનો આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
