News of Monday, 20th May 2024
છેલ્લી ઓવરના પહેલા બોલે સિકસ ફટકારીને ધોનીએ બોલ ખોઇ નાખ્યો એનો ફાયદો થઇ ગયો બેંગ્લોરને
નવો બોલ મળ્યો એ સુકો હોવાથી યશ દયાલને ગ્રિપ સારી મળી અને તેણે જબરજસ્ત કમબેક કરીને મેચ જીતાડી આપી

નવી દિલ્હીઃ આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ ૨૭ રને રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુ સામે હારી ગઈ હતી. આ જીત પછી વિકેટકીપર દિનેશ કાર્તિકે કહ્યું હતું કે ધોનીએ છેલ્લી ઓવરમાં ફટકારેલી સિકસર અમને ખૂબ ઉપયોગી થઈ હતી અને અમે પ્લેઓફમાં સ્થાન મેળવી શક્યા હતા.
મેચની છેલ્લી ઓવરમાં ચેન્નઈ સુપર કિંગ્સને પ્લેઓફ માટે કવોલિફાય થવા ૧૭ રનની જરૃર હતી અને છેલ્લી ઓવરોમાં કોઈ પણ બોલર બોલિંગ કરવા ધ્રૂજતો હોય એવો અડીખમ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં હતો અને સ્ટ્રાઈક પર હતો. યશ દયાલે ધોનીને પહેલો બોલ ફેંક્યો અને તેણે ૧૧૦ મીટર લાંબી સિકસર ફટકારી દીધી. ચેન્નઈના ચાહકો ઝૂમી ઊઠ્યા. જોકે ધોનીએ ફટકારેલો બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર જતો રહ્યો હતો એથી ફીલ્ડિંગ કરનારી ટીમને એના સ્થાને નવો બોલ આપવામાં આવ્યો.
આ મુદ્દે બોલતાં બેંન્ગલોર માટે વિકેટકીપિંગ કરતા દિનેશ કાર્તિકે વલી બેંન્ગલોરની ટીમના સોશ્યલ મીડિયા તની પોર્ટલ પર મૂકેલા વિડિયોમાં જણાવ્યું છે ૨૭ કે 'ધોનીએ ફટકારેલી સિકસરના કારણે હારી અમને નવો બોલ મળ્યો અને એ સારો બોલ હતો. નવો બોલ મળવાથી અમને ફાયદો થયો અને અમે જીતી ગયા.'
ધોનીને છેલ્લી ઓવરનો પહેલો બોલ નાખ્યો એ ભીનો હોવાને કારણે યોર્કર પડવાને બદલે ફુલટોસ પડયો હતો, પણ ત્યાર બાદ નવો બોલ મળ્યો એ સૂકો હતો એટલે એના પર સારી ગ્રિપ મળતાં યશ દયાલ ફાવી ગયો હતો.
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
