News of Monday, 20th May 2024
ઈન્ટર મિલાને સેરી એનો જીત્યો ખિતાબ

નવી દિલ્હી: લેઝિયો સામેની મેચ દરમિયાન, ઇન્ટર મિલાનના ચાહકોએ શ્વાસ લેવાનું લગભગ બંધ કરી દીધું હતું, પરંતુ ડેન્ઝેલ ડમફ્રીઝના ગોલએ ઇન્ટર મિલાનને હારમાંથી બચાવી હતી. ઇન્ટરે પછી Lazio સામે 1-1થી ડ્રો કર્યા બાદ સેરી A ટ્રોફી પર કબજો કર્યો.ઇન્ટરએ એપ્રિલમાં પહેલાથી જ તેમનું 20મું સેરી એ ટાઇટલ મેળવ્યું હતું અને મજબૂત ટીમ સાથે તેની અંતિમ ઘરેલુ મેચમાં પ્રવેશ કર્યો હતો.આ મેચમાં માર્કસ થુરામે શરૂઆતની મિનિટોમાં જ એક સુવર્ણ તક ગુમાવી દીધી, જ્યારે લેઝિયોના ગોલકીપર ઇવાન પ્રોવેડાલે તેના શોટનો શાનદાર બચાવ કર્યો. આ પછી પણ ઘણા એવા પ્રસંગો આવ્યા જ્યારે બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું.જો કે, લેઝિયોએ 32મી મિનિટે ડાઈચી કામદાના ગોલથી લીડ મેળવી હતી. અહીંથી ઈન્ટર મિલાનની મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ ઈન્ટરએ 87મી મિનિટે સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. ઇન્ટર માટે ડેન્ઝેલ ડમફ્રીઝે આ ગોલ કર્યો હતો. એક રાઉન્ડ બાકી હોવાથી, ઇન્ટરે 93 પોઈન્ટ બનાવ્યા છે, જ્યારે લેઝિયો સાતમા ક્રમે છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
