<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

આજે કોણ બાજી મારશે, હેૈદરાબાદ કે રાજસ્‍થાન?: વરસાદની શકયતા નથી

જે ટીમ જીતશે તે રવિવારે ફાઇનલમાં કોલકતા સામે ટકરાશે

નવી દિલ્‍હીઃ આઇપીએલમાં કવોલિફાયર ૨ મેચમાં આજે સનરાઇઝ હેૈદરાબાદ અને રાજસ્‍થાન રોયલ્‍સ ટીમ વચ્‍ચે ટકકર થશે. બંને ટીમો વચ્‍ચેની આ મેચ ચેન્નાઇના એમએ ચિદમ્‍બરમ સ્‍ટેડિયમમાં રમાશે. ત્‍યારે આના પર હવામાનની અસર કેવી જોવા મળશે તે જોઇએ.

 ચેન્નાઇના ચેપોક સ્‍ટેડિયમમાં આજે રમાનાર મેચનું હવામાન રહેશે તેના પર નજર કરીએ તો આજના મેચ દરમ્‍યાન વરસાદ આવવાની શકયતા ઓછી છે.તાપમાનની વાત કરીએ તો ૩૬ ડિગ્રી જયારે ન્‍યુનતમ ૨૯ ડિગ્રી સેલિયસસની આસપાસ રહી શકે છે.

કવોલિફાયર ૨ મેચ જો વરસાદના કારણે રદ થાય છે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્‍યો છે. જો મેચ આ બંન્ને દિવસે ન રમાડી શકાય તો આવી સ્‍થિતિમાં હૈદરાબાદની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે.  લીગ સ્‍ટેજની મેચ પૂર્ણ થયા બાદ પોઇન્‍ટ ટેબલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ બીજા સ્‍થાને રહી હતી તો રાજસ્‍થાનની ટીમ ત્રીજા સ્‍થાને રહી હતી. આ કારણે જો વરસાદ આવ્‍યો તો હૈદરાબાદ સીધી ફાઇનલમાં પહોંચી જશે.

(2:44 PM IST)